ખેડામાં રિક્ષા અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
ખેડામાં રિક્ષા અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
Published on: 04th October, 2026

ખેડાના માતર-તારાપુર રોડ પર ખોડિયાર ચોકડી પાસે એક ભયાવહ અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી એક ઈકો કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના ઘટી. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ફરાર ઈકો કારચાલકને ઝડપી પાડ્યો છે.