જાહેર સ્થળે કચરો-ગંદકી કરનાર સામે જામનગર મહાનગરપાલિકાને ફરિયાદ કરવા અપીલ
જાહેર સ્થળે કચરો-ગંદકી કરનાર સામે જામનગર મહાનગરપાલિકાને ફરિયાદ કરવા અપીલ
Published on: 04th October, 2026

જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ જાહેર સ્થળે કચરો નાખતી, ગંદકી કરતી અથવા અન્ય કોઈ ન્યુસન્સ કરતી જોવા મળે, તો તેની જાણ તાત્કાલિક મહાનગરપાલિકાને કરવામાં આવે. સંબંધિત ઘટનાના ફોટો કે વીડિયો વોર્ડના સેનિટરી સબ-ઇન્સ્પેક્ટર (એસ.એસ.આઈ.)ના વોટ્સએપ નંબર પર મોકલી ફરિયાદ નોંધાવી શકાય છે. તમામ એસ.એસ.આઈ.ના વોટ્સએપ નંબરની યાદી જાહેર કરવામાં આવી છે. શહેરને સ્વચ્છ રાખવા માટે નાગરિકોના સહકારની અપેક્ષા છે અને ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.