અમદાવાદમાં ટૂ-વ્હીલરનો વધતો ઉપયોગ
અમદાવાદમાં ટૂ-વ્હીલરનો વધતો ઉપયોગ
Published on: 30th September, 2026

અમદાવાદ શહેરમાં રોજ 1.62 કરોડ ટ્રિપ્સમાંથી 32% ટૂ-વ્હીલર દ્વારા થાય છે. સરેરાશ 11 કિમીની મુસાફરી અને પીક અવર્સમાં 19.8 કિમી/કલાકની ધીમી ગતિને કારણે ડ્રાઇવરોને સતત બ્રેક-એક્સિલરેશન, પગ ટેકવવા અને સંતુલન જાળવવું પડે છે. આનાથી કમર, ગરદન, ખભા, કાંડા અને પગના સ્નાયુઓ પર સતત ભાર આવે છે. 30 મિનિટના ટ્રાફિકમાં શરીર પર દબાણ વધે છે, જે મસ્ક્યુલોસ્કેલેટલ તકલીફો અને સ્પીડબ્રેકર તથા ખાડા-ટેકરાના આંચકાથી ગંભીર સમસ્યાઓ નોતરી શકે છે.