બોટાદમાં વૃદ્ધ માતા-પિતાને સાથે રાખવા બાબતે ઝઘડાનો પોલીસની મદદથી સુખદ અંત
બોટાદમાં વૃદ્ધ માતા-પિતાને સાથે રાખવા બાબતે ઝઘડાનો પોલીસની મદદથી સુખદ અંત
Published on: 30th September, 2026

બોટાદ પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવા ઉપરાંત નિઃસહાય અને બીમાર વરિષ્ઠ નાગરિકોની મદદ માટે પણ માનવતાભર્યો અભિગમ અપનાવી રહી છે. બોટાદ મહિલા પોલીસ સ્ટેશન અને Police Station Based Support Centre (PBSC) દ્વારા એક વૃદ્ધ દંપતીના પારિવારિક ઝઘડાનો સુખદ ઉકેલ લાવવામાં આવ્યો. બે પુત્રો વચ્ચે બીમાર માતા-પિતાને રાખવા બાબતે ચાલતા ઝઘડા બાદ વૃદ્ધ દંપતીએ પોલીસનો સહારો લીધો. કાઉન્સેલિંગ બાદ બંને પુત્રો માતા-પિતાની સંભાળ રાખવા સંમત થયા, જેથી વૃદ્ધ દંપતીને પરિવારનો સહારો મળ્યો.