Menu
ભેસાણમાં કોંગ્રેસની કાર રેલી: હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું- 'ભાજપના ઉમેદવારો ફક્ત ખોટી વાતો જ કરે પણ વિસાવદર વિકાસ ઝંખે છે'
ભેસાણમાં કોંગ્રેસની કાર રેલી: હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું- 'ભાજપના ઉમેદવારો ફક્ત ખોટી વાતો જ કરે પણ વિસાવદર વિકાસ ઝંખે છે'
Published on: 12th June, 2025

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ યુવા મોરચા અને NSUI દ્વારા ઉમેદવાર નીતિન રાણપરિયાના સમર્થનમાં વિશાળ કાર રેલીનું આયોજન થયું. આ રેલી ભેસાણ ખાતેથી શરૂ થઇ અને રાણપુર, ચોકી વડાલ, કડિયાણા, બિલખા સહિત 25 થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઈ. આશરે 1500 કાર્યકરો અને હોદ્દેદારોએ આ રેલીમાં ભાગ લઈને શક્તિ પ્રદર્શન કર્યું. યુવા પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે 27 વર્ષથી શાસનમાં હોવા છતાં પણ વિસાવદરના રસ્તા ખરાબ છે અને ગટરના કામો નથી થયાં. કોંગ્રેસ કાર રેલીથી સ્થાનિકોનો મજબૂત ટેકો ઊભો કરવાનો પ્રયાસ કરી રહી છે.