ગુજરાત યુનિ.ના કુલસચિવ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ.
ગુજરાત યુનિ.ના કુલસચિવ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ.
Published on: 18th April, 2026

ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરના સંચાલનમાં કુલસચિવ પિયુષ પટેલ પર આર્થિક ગેરરીતિ અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો થયા છે. NSUI અને પૂર્વ પ્રોફેસરોનો દાવો છે કે એસ્ટેટ વિભાગને બદલે કુલસચિવ પોતે નિયમો વિરુદ્ધ ભાડું નક્કી કરી રોકડમાં વહીવટ કરે છે. સેન્ટરના ૩૦ કરોડના સમારકામ ખર્ચમાં પણ ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી છેલ્લા એક વર્ષના હિસાબોના ઓડિટની માંગ કરવામાં આવી છે. યુનિવર્સિટીના વહીવટમાં પારદર્શિતાના અભાવે હાલ આ વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.