Gujarat Rain News: અંબાલાલ પટેલે 9થી 12 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
Gujarat Rain News: અંબાલાલ પટેલે 9થી 12 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
Published on: 07th July, 2025

હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 9 થી 12 જુલાઈ દરમિયાન નવી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 22 થી 30 જુલાઈ દરમિયાન પણ વરસાદ લાવનારી સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં સિઝનનો કૂલ 46.21 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 50.82 ટકા વરસાદ વરસ્યો છે.