ગુજરાતના પેટાળમાં ભૂકંપનો ખતરો?
ગુજરાતના પેટાળમાં ભૂકંપનો ખતરો?
Published on: 05th July, 2026

વેનેઝુએલા અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ બાદ, ગુજરાતમાં જૂનમાં 5 નાના આંચકા નોંધાયા છે. શું ગુજરાતના પેટાળમાં કોઈ મોટો ખતરો છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના આંકડા મુજબ, ગુજરાત એક્ટિવ પ્લેટ બાઉન્ડ્રીથી 400 કિલોમીટર દૂર છે, જે 'ઇન્ટ્રા પ્લેટ રિજિયન' ગણાય છે. હિમાલયની સરખામણીએ ગુજરાતમાં પ્લેટની હલચલ ખૂબ ઓછી છે, તેથી મોટા ભૂકંપનો સંભવિત સમયગાળો 600-700 વર્ષ જેટલો છે. નાના આંચકાઓ એનર્જી રિલીઝ કરીને મોટા ભૂકંપનો સમયગાળો લંબાવે છે. ગુજરાતનું પોતાનું એડવાન્સ સિસ્મિક નેટવર્ક છે.