Menu
ગોધરા કલેક્ટર કચેરીમાં જમીન વિવાદ:બે વ્યક્તિઓને કેસ પાછો ખેંચવા ધમકી અપાઈ, પોલીસ ફરિયાદ દાખલ
ગોધરા કલેક્ટર કચેરીમાં જમીન વિવાદ:બે વ્યક્તિઓને કેસ પાછો ખેંચવા ધમકી અપાઈ, પોલીસ ફરિયાદ દાખલ
Published on: 15th June, 2025

ગોધરા કલેક્ટર કચેરીમાં જમીન વિવાદનો એક કિસ્સો સામે આવ્યો છે. નિસાર એહમદ અબ્દુલરઉફ ઝભાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોન કોગ્નીઝેબલ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દરૂણિયા પાસેની સર્વે નંબર 661/26 અને 661/27/1ની જમીનનો કેસ કલેક્ટર કચેરીમાં ચાલી રહ્યો છે. 9 જૂનના રોજ નિસાર તેમના કાકાના દીકરા સુલેમાન ઇશાક ઝભા સાથે કેસની મુદત માટે કચેરીએ ગયા હતા. આ દરમિયાન ઐયુબ એહમદ કલંદર અને યાકુબ ઇશાક કલંદર નામના બે વ્યક્તિઓએ ત્યાં આવીને તેમણે ખોટો કેસ પાછો ખેંચી લેવા દબાણ કર્યું. આરોપીઓએ કેસ પાછો ન ખેંચવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી અને અપ શબ્દો બોલ્યા. 14 જૂનના રોજ નિસાર ઝભાએ બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.