ગાંધીનગરના ગિયોડ ગામમાં ગંદકી અને પાણી ભરાવાથી ગ્રામજનો ત્રાહિમામ
ગાંધીનગરના ગિયોડ ગામમાં ગંદકી અને પાણી ભરાવાથી ગ્રામજનો ત્રાહિમામ
Published on: 05th October, 2026

ગાંધીનગરના ગિયોડ ગામમાં ગંદકી અને રોડ પર પાણી ભરાવાને કારણે ગ્રામજનો પરેશાન છે. ગામમાં દુર્ગંધયુક્ત પાણી સપ્લાય થતું હોવાની પણ ફરિયાદ છે. વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડે છે. સ્થિર પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી રોગચાળો ફેલાવવાની ભીતિ છે. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે.