ગાંધીનગરના ડભોડા પંથકમાં પાકભર્યા ખેતરોમાં ભૂંડના ટોળાંનો રાત્રે ઉપાધિ
ગાંધીનગરના ડભોડા પંથકમાં પાકભર્યા ખેતરોમાં ભૂંડના ટોળાંનો રાત્રે ઉપાધિ
Published on: 05th October, 2026

ગાંધીનગર જિલ્લાના ડભોડા નજીકના ખેતરોમાં રાત્રિ દરમિયાન ભૂંડના ટોળાંઓ દ્વારા પાકને ભારે નુકસાન પહોંચાડવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. શાકભાજી સહિતના ઉભા પાકોમાં ભૂંડ ઘૂસી જઈ તેને ખાઈ જતા અને નુકસાન કરતા હોવાથી ખેડૂતો પરેશાન છે. પ્રાથમિક શાળાના પ્રાંગણમાં પણ ભૂંડ દેખાતા છોડવાઓને નુકસાન થાય છે. ખેડૂતોએ હવે પોતાના ખેતરોની ફરતે તાર ફેન્સીંગ લગાવવાની અને રાત્રિ દરમિયાન જાગરણ કરવાની ફરજ પડી છે.