Menu
જામનગરની જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો
જામનગરની જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો
Published on: 10th June, 2025

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં બપોરે એક મહિલાએ પોતાના સાગરીતની મદદથી હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન ફરજ પર હાજર રહેલા એક સિક્યુરિટી ગાર્ડ ઉપર મહિલા અને તેના સાગરીતે લોખંડના કડા વડે હુમલો કરી દઈ માથું ફોડ્યું હતું અને બંને આરોપીઓ પછી ભાગી ગયા હતા. આ ઘટનાએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો છે. સિક્યુરિટી ગાર્ડ ઉપર થયેલ આ હુમલાની ઘટનાને આધારે સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે, અને આરોપીઓને ઝડપવાની પ્રયાસો ચાલી રહ્યા છે.