Menu
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર પર છરી વડે હુમલો : પાંચ શખ્સો સામે ફરિયાદ
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર પર છરી વડે હુમલો : પાંચ શખ્સો સામે ફરિયાદ
Published on: 12th June, 2025

જામનગર નજીક બેડી વિસ્તારમાં 40 વર્ષના હુસેન વલી મોહમ્મદભાઈ ઝેડા અને તેના પુત્ર ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવામાં જાફર અબ્દુલભાઈ ખત્રી, કાસમ અબ્દુલભાઈ ખત્રી, સલીમ અબ્દુલભાઈ ખત્રી, હમીદ હુસેનભાઇ ખત્રી અને સલમાન અબ્દુલભાઈ ખત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઇજાગ્રસ્ત પિતા-પુત્રને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. આ હુમલો જૂની અદાવતને લઈને કરવામાં આવ્યો હોવાનું માલુમ પડે છે.