ભાવનગર પંજાબ નેશનલ બેંક દ્વારા દિવ્યાંગ બહેનોને વિનામૂલ્યે સિલાઈ મશીનનું વિતરણ કરાયું.
ભાવનગર પંજાબ નેશનલ બેંક દ્વારા દિવ્યાંગ બહેનોને વિનામૂલ્યે સિલાઈ મશીનનું વિતરણ કરાયું.
Published on: 11th April, 2026

પાર્થ યુવા મંડળ દ્વારા ભાવનગર રૂરલની દિવ્યાંગ બહેનોને પગભર બનાવવા રોજગારી માટે સિલાઈ મશીનનું વિનામૂલ્યે વિતરણ કરાયું. આ સિલાઈ મશીન પંજાબ નેશનલ બેંક CSR ફંડ અંતર્ગત અપાયા હતા. પંજાબ નેશનલ બેંક રામવાડી ભાવનગરના ચીફ મેનેજર ક્રિતેષભાઈ ભટનાગરનું સન્માન કરાયું. લાભાર્થી કોમલબેન, પારૂલબેનને મશીન અપાયા. આભારવિધિ પાયલબેન બારૈયાએ કરી.