છાણીમાં ગંદકી અને સ્મશાનની સમસ્યા: તળાવ-નાળામાં ગંદકી, સ્મશાન પરત આપવાનું વચન ભુલાયું.
છાણીમાં ગંદકી અને સ્મશાનની સમસ્યા: તળાવ-નાળામાં ગંદકી, સ્મશાન પરત આપવાનું વચન ભુલાયું.
Published on: 06th April, 2026

છાણી ગામમાં તળાવના બ્યૂટિફિકેશન માટે રૂા.18 કરોડનો ખર્ચ પાણીમાં ગયો, ડ્રેનેજના ગંદા પાણી રેલાતા અટક્યા નથી. તળાવમાં પાણી ટકતું નથી, અને દેશી દારૂની પોટલીથી પુલ નીચેનો ભાગ ઢંકાઈ ગયો છે. સ્મશાનનો વહીવટ જતો રહ્યો, અને વર્ષો જૂની દુકાનો તોડી ફૂટપાથ બનાવ્યા, પણ હવે બસો સહિતના ભારે વાહનો પાર્ક થાય છે. ભુખી કાંસનું નાળું પુરાઈ ગયું છે. RCC નું કામ ટલ્લે છે.