ડાંગના નવાગામમાં આંગણ મિલન સેવામાં તંદુરસ્ત બાળકોને પ્રૉત્સાહન ઇનામ અપાયા
ડાંગના નવાગામમાં આંગણ મિલન સેવામાં તંદુરસ્ત બાળકોને પ્રૉત્સાહન ઇનામ અપાયા
Published on: 05th October, 2026

આહવા તાલુકાના સાપુતારા નવાગામ આંગણવાડી કેન્દ્ર ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને ડાંગના પ્રભારી મંત્રી ડો. જયરામ ગામીતની અધ્યક્ષતામાં 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો. બાળકોના સર્વાંગી વિકાસ, પૌષ્ટિક આહાર અને પ્રાથમિક શિક્ષણમાં આંગણવાડી કેન્દ્રોનું મહત્વ સમજાવવામાં આવ્યું. પ્રભારી મંત્રીએ ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો. આ પ્રસંગે લાભાર્થીઓને ટેક હોમ રાશન, ફળ અને સુખડીનું વિતરણ થયું. તંદુરસ્ત બાળક સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અપાયા.