Menu
Dahod Live Rescue Operation : પાનમ નદીમાં ફસાયેલા યુવકની બચી જિંદગી
Dahod Live Rescue Operation : પાનમ નદીમાં ફસાયેલા યુવકની બચી જિંદગી
Published on: 21st June, 2025

દાહોદના દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ વિસ્તારમાં પાનમ નદીમાં એક યુવક ચારો લેવા ગયો હતો, જ્યાં ભારે વરસાદ અને પૂરને કારણે તે નદીના વહેણમાં ફસાઇ ગયો હતો. ફાયર ડિપાર્ટમેન્ટની ટીમે સમયસર રેસ્કયુ કરી યુવકને સલામત બહાર કાઢયો, અને તેમને કોઈ ઈજા ન પહોંચી હોવાની ખબર મળી છે. ગ્રામજનો અને ફાયર વિભાગની સહકારથી આ ઘટનાનું નિરાકરણ કરવામાં આવ્યું. વરસાદ દરમિયાન નદીના પટમાં ફરવા અથવા પાણીના પ્રવાહ નજીક જતા જોખમ રહે છે, તેથી આવા સ્થળોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.