દહેગામ: પાલૈયા ગામમાં ત્રાટકેલા ચંદન ચોરોએ 14 ઝાડ કાપી નાખ્યા
Published on: 02nd July, 2025
દહેગામના પાલૈયામાં ભુપેન્દ્રભાઇ પટેલ નામના ખેડૂતના ખેતરમાંથી તસ્કરો સફેદ ચંદનના 14 ઝાડ કાપીને ચોરી ગયા. આ ઝાડ 12 વર્ષથી ઉછેરવામાં આવ્યા હતા અને તેમની કિંમત આશરે 56 હજાર રૂપિયા હતી. ખેડૂતે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ચોરાયેલા ચંદનના થડનો ઘેરાવો 19 થી 21 ઇંચ હતો. તપાસ દરમિયાન ગોલા તળાવના કિનારેથી ચંદનના ઉપરના લાકડા મળી આવ્યા, જેના પરથી ખબર પડી કે ચોર થડનો અંદરનો પાકો ભાગ લઇ ગયા છે. ખેડૂતના જણાવ્યા અનુસાર, તસ્કરો 10 ઝાડના થડનો ચારેક ફૂટનો ભાગ કાપીને લઇ ગયા.

Published at: July 02, 2025
Read More at સંદેશ