Menu
બોટાદના ભાંભણ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી: 7000ની વસ્તી ધરાવતા ગામમાં રસ્તા, પાણી અને શિક્ષણની સુવિધાઓ અપૂરતી
બોટાદના ભાંભણ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી: 7000ની વસ્તી ધરાવતા ગામમાં રસ્તા, પાણી અને શિક્ષણની સુવિધાઓ અપૂરતી
Published on: 12th June, 2025

બોટાદ જિલ્લાના ભાંભણ ગામમાં 22 જૂને ગામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ 7000 વસ્તી ધરાવતા અને 10 વોર્ડવાળા ગામમાં અનેક પાયાની સમસ્યાઓ છે. આરસીસી રોડ તૂટેલો અને ખાડાવાળો છે, અને કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે. શિક્ષણ તંત્રમાં, પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં જ માધ્યમિક ધોરણો ચલાવવામાં આવે છે અને ધોરણ 11-12 માટે અલગ બિલ્ડિંગ નથી. પીવા માટે નર્મદાનું પાણી આવતું હોવા છતાં, સતત ભંગાણને કારણે ગામલોકોને બોરનું પાણી પીવું પડે છે. વહીવટદારની કામગીરીમાં પણ મંદગતિ અને નબળી કામગીરીનો આશય વ્યકત થાય છે.