'30 વર્ષ થયા એક ગટર લાઈન પણ નાખી શકતા નથી'
'30 વર્ષ થયા એક ગટર લાઈન પણ નાખી શકતા નથી'
Published on: 18th April, 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે બોડકદેવ વોર્ડ નં.૧૯ના મતદારોમાં જનપ્રતિનિધિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેટરોએ પ્રજાના બદલે પોતાનો વિકાસ કર્યો છે. વર્ષોથી બોડકદેવ ગામમાં ગટર, પીવાનું પાણી અને તૂટેલા રસ્તા જેવી પાયાની સમસ્યાઓ ઠેરની ઠેર છે. કોંગ્રેસના ઉમેદવારે પણ ટેન્ડરિંગમાં ભ્રષ્ટાચાર અને રોડના કામમાં માત્ર ડામર પાથર્યાનો આક્ષેપ કર્યો છે. ટેક્સ ભરવા છતાં સુવિધાના અભાવે લોકોમાં નેતાઓ પ્રત્યે ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે.