Menu
ભાવનગરમાં દેશી બંદૂક સાથે 20 વર્ષીય યુવક ઝડપાયો
ભાવનગરમાં દેશી બંદૂક સાથે 20 વર્ષીય યુવક ઝડપાયો
Published on: 10th June, 2025

ભાવનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમી પર મથાવડા ગામના ઢાળના પુલ પર રાખતી વખતે, 20 વર્ષીય મિલનભાઈ જમનાદાસ દેવમુરારીને દેશી બનાવટની લાકડા-ધાતુની 3 ફૂટ 9 ઇંચ લંબાઈની બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો. આ બંદૂકની બજાર કિંમત લગભગ રૂ. 2,000 છે. આરોપીએ કબૂતર રંગનું ટી-શર્ટ અને પેન્ટ પહેર્યું હતું. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને આરોપીને અલંગ મરીન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.