મહેસાણાના રાધનપુર રોડ પરના બે માર્ગો અંધારામાં
મહેસાણાના રાધનપુર રોડ પરના બે માર્ગો અંધારામાં
Published on: 06th July, 2026

મહેસાણા શહેરના રાધનપુર રોડ પાસેના બે માર્ગો પર મહાનગરપાલિકા દ્વારા નવા સ્ટ્રીટલાઇટ પોલ લગાવવામાં આવ્યા છે, પરંતુ વીજ જોડાણ ન મળવાને કારણે તે મહિનાઓથી શોભાના ગાંઠિયા બની રહ્યા છે. એક માર્ગ પર 15 દિવસથી અને બીજા પર એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં લાઇટો કાર્યરત થઈ નથી. આના કારણે બંને માર્ગો રાત્રિ દરમિયાન અંધકારમય રહે છે. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. અંધારાના કારણે અસુરક્ષા અને અકસ્માતની ભીતિ વધી રહી છે. રહીશોએ તાત્કાલિક વીજ જોડાણ આપી સ્ટ્રીટલાઇટ શરૂ કરવાની માંગ કરી છે.