પંચમહાલ: બોડેલીના વડાતળાવ શાળામાં વિદ્યાર્થિનીઓ સાથે કલેક્ટર ગાર્ગી જૈનનો સંવાદ
પંચમહાલ: બોડેલીના વડાતળાવ શાળામાં વિદ્યાર્થિનીઓ સાથે કલેક્ટર ગાર્ગી જૈનનો સંવાદ
Published on: 30th September, 2026

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર માટે શરૂ કરાયેલા 'કલેક્ટર ઇન ક્લાસ રૂમ' અભિયાન અંતર્ગત બોડેલી તાલુકાની GLRS શાળામાં એક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન, કલેક્ટરે શાળાની વિદ્યાર્થિનીઓ સાથે સીધો સંવાદ સાધી તેમને સુરક્ષા, શિક્ષણ અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે 'ગુડ ટચ' અને 'બેડ ટચ' જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી, વિદ્યાર્થિનીઓને કોઈપણ અસુરક્ષિતતા અનુભવે તો જાણ કરવા પ્રેરિત કરી. જીવનના લક્ષ્યો અને સપનાઓ સાકાર કરવા માટે મહેનત, શિસ્ત અને શિક્ષણ પ્રત્યે સમર્પણ કેળવવા અનુરોધ કર્યો.