ગાંધીનગરના આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજનું CMના હસ્તે લોકાર્પણ
ગાંધીનગરના આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજનું CMના હસ્તે લોકાર્પણ
Published on: 05th July, 2026

અમદાવાદ અને ગાંધીનગરને જોડતો 175 કરોડના ખર્ચે બનેલો આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થશે. ભાટ સર્કલ પરના 1.5 કિલોમીટર લાંબા આ બ્રિજથી દરરોજ 1.50 લાખ વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. આ અત્યાધુનિક બ્રિજ જાપાન અને ચીન જેવી ટેકનોલોજી પર આધારિત છે. આ સાથે, નર્મદા કેનાલ બ્રિજને પહોળો કરવાની કામગીરીનું પણ ખાતમૂહુર્ત થશે, જેનાથી વાહનવ્યવહાર વધુ સરળ બનશે.