Menu
અંજારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયું: આરોપીએ સ્વૈચ્છાએ તોડ્યું મકાન, ₹22 લાખની જમીન ખુલ્લી
અંજારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયું: આરોપીએ સ્વૈચ્છાએ તોડ્યું મકાન, ₹22 લાખની જમીન ખુલ્લી
Published on: 10th June, 2025

અંજાર સીમાના રોટરી નગર વીડી રોડ પર મુસ્તાક ઉર્ફે મુસીયો નજમુદ્દીન બાયડ નામના આરોપીના ગેરકાયદે બાંધકામને પોલીસ પ્રોટેક્શન હેઠળ દૂર કરવામાં આવ્યું. આ બાંધકામ અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળની જમીન પર કરવામાં આવ્યું હતું અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતું હતું. આરોપી વિરુદ્ધ રાયોટિંગ, ખૂનની કોશિશ, પ્રોહિબિશન અને મારામારી જેવા ગુનાઓ નોંધાયેલા છે. આરોપીએ પોતે મકાન તોડી પાડી, અને કુલ ₹22.03 લાખ કિંમતની જમીન અને બાંધકામ ખુલ્લી કરવામાં આવ્યા છે.