અમદાવાદની સહજાનંદ કોલેજ પાસે 'મહાકાય ભૂવો' પડ્યો
અમદાવાદમાં ભારે વરસાદ બાદ પાલડી વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક અચાનક મોટો ભૂવો પડતાં અફરાતફરી મચી ગઈ. આશરે 10 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો આ ભૂવો એટલો મોટો હતો કે તેમાં આખું ટ્રાફિક સિગ્નલ સમાઈ ગયું. ઘટનાની જાણ થતાં AMC અને ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ વિસ્તારને સુરક્ષા માટે બંધ કર્યો. સહજાનંદ કોલેજથી નહેરુનગર BRTS રૂટ બંધ કરાયો, જેના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે. વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક વાળવામાં આવ્યો છે.
અમદાવાદની સહજાનંદ કોલેજ પાસે 'મહાકાય ભૂવો' પડ્યો
ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સ્ટોરમાં ચોરી, બે આરોપી ઝડપાયા
નેશનલ હાઈવે ૪૮ પર આજવા ચોકડી પાસે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મિકેનિકલ સ્ટોરમાંથી લોખંડની જાળી તોડી સામાનની ચોરી કરનાર બે શખ્સોને કપુરાઈ પોલીસે ઝડપી પાડયા છે. ૧૭ જુલાઈએ થયેલ આ ચોરીમાં રૂ. ૧.૫૦ લાખની કિંમતનો અપર વાલ્વ એસેમ્બલી, લોઅર વાલ્વ એસેમ્બલી, ચેક વાલ્વ ગાઇડ, ચેક વાલ્વ સીટ તથા મોડિફાઇડ સ્પેસર સહિતનો સામાન ચોરાયો હતો. રાજસ્થાનના બંને આરોપીઓ પાસેથી પોલીસે ચોરી થયેલ મુદ્દામાલ રિકવર કર્યો છે.
ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સ્ટોરમાં ચોરી, બે આરોપી ઝડપાયા
ગુજરાતમાં મેઘતાંડવ: 2 દિવસમાં 35 મોત
ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 35 લોકોના મોત થયા છે, રાહત અને સફાઈ કામગીરી ચાલી રહી છે. ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ગુજરાતમાં પૂર અને વરસાદનો હાહાકાર સર્જાયો છે. પાટણના રાધનપુર-સુઇગામ હાઇવે પર વાહનવ્યવહાર બંધ છે. ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતો ફસાયા છે, વીજ પુરવઠો અને રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. અમદાવાદ, સાણંદ, મોરબી, સુરત અને ખેડામાં પણ ભારે વરસાદથી નુકસાન થયું છે. જમ્મુ-કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા ફરી શરૂ થઈ છે અને NH-44 ખુલ્લો મુકાયો છે.
ગુજરાતમાં મેઘતાંડવ: 2 દિવસમાં 35 મોત
ચોમાસામાં AMCની સક્રિયતા: અસુરક્ષિત બાંધકામ સાઇટ્સ પર કડક કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ચોમાસા દરમિયાન નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા સક્રિય બન્યું છે. શહેરભરની બાંધકામ સાઇટ્સ પર વિશેષ મેગા ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં 166 સાઇટ્સની તપાસ થઈ. બેઝમેન્ટ લેવલ પર ચાલી રહેલા બાંધકામો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. સલામતીના નિયમોનું પાલન ન કરતી 11 બાંધકામ સાઇટ્સને "સ્ટોપ વર્ક" નોટિસ આપવામાં આવી છે. સંબંધિત ડેવલપર અને એન્જિનિયરો પાસેથી શો-કોઝ નોટિસ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે.
ચોમાસામાં AMCની સક્રિયતા: અસુરક્ષિત બાંધકામ સાઇટ્સ પર કડક કાર્યવાહી
ખેડામાં ભારે વરસાદના કારણે 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો
ખેડા જિલ્લાના ગોબલજ ડિવિઝનમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. સતત વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે વીજ પોલ ધરાશાયી થતાં યુજીવીસીએલના 11 KV ઝવેરી ઇન્ડસ્ટ્રી ફિડર પર વીજ પુરવઠો બંધ થયો છે. આ ફિડર પર 10 મોટા અને અંદાજે 900 નાના ઉદ્યોગો નિર્ભર છે, જેના ઉત્પાદન અને દૈનિક કામગીરી પર અસર પડી છે. ઊંડા પાણી ભરાયેલા હોવાથી સમારકામમાં મુશ્કેલી આવી રહી છે, જેના કારણે નગરપાલિકાની બોટની મદદથી વીજ લાઇન અને પોલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખેડામાં ભારે વરસાદના કારણે 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો
ગુજરાતમાં આગામી 48 કલાક 'ભારે'!
ગુજરાતમાં ભારે વરસાદનો માહોલ યથાવત છે, ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. 25 જુલાઈ સાંજે 6 વાગ્યા સુધીમાં 200થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર, 26-27 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેના પગલે 10થી વધુ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. આ પછી વરસાદનું જોર ઘટશે.
ગુજરાતમાં આગામી 48 કલાક 'ભારે'!
ગુજરાતમાં 202 તાલુકા ભીંજાયા, કપરાડામાં 3.43 ઇંચ વરસાદ
રાજ્ય કંટ્રોલ રૂમ (સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર) દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ, 25/07/2026 ના રોજ સવારે 6 થી સાંજે 6 વાગ્યા દરમિયાન ગુજરાતના 202 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના કપરાડા (વલસાડ) માં 87 મિ.મી. (3.43 ઇંચ) સૌથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારબાદ ખેરગામ (નવસારી) માં 68 મિ.મી. અને નાનાપોંઢા (વલસાડ) તથા દિયોદર (વાવ-થરાદ) માં 60 મિ.મી. વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના લાખાણીમાં 51 મિ.મી. અને મધ્ય ગુજરાતના દેત્રોજ-રામપુરામાં 40 મિ.મી. વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 202 તાલુકા ભીંજાયા, કપરાડામાં 3.43 ઇંચ વરસાદ
AMC હેલ્થ ટીમે કમર સમા પાણીમાં ખેડીને હાયપરટેન્શનના દર્દીનો જીવ બચાવ્યો
અમદાવાદ શહેરમાં થયેલા ધોધમાર વરસાદને કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં AMC હેલ્થ ટીમે અદમ્ય સાહસ અને ફરજ નિષ્ઠાનું પ્રદર્શન કર્યું છે. સરખેજ વિસ્તારમાં કમર સુધી ભરાયેલા વરસાદી પાણીમાં, મેલેરિયા સબ ઇન્સ્પેક્ટર, મલ્ટી પર્પઝ વર્કર, મેડિકલ મોબાઇલ વાન અને ડૉક્ટરની ટીમ દર્દી સુધી પહોંચવા માટે પાણીમાં ચાલી હતી. જ્યાં તબિયત લથડેલા હાયપરટેન્શનના દર્દીને તાત્કાલિક સારવાર પૂરી પાડી તેમનો જીવ બચાવ્યો. આ કાર્ય પ્રશંસનીય છે.
AMC હેલ્થ ટીમે કમર સમા પાણીમાં ખેડીને હાયપરટેન્શનના દર્દીનો જીવ બચાવ્યો
આસામમાં પૂર, કાશ્મીરમાં ભૂસ્ખલન, અનેક રાજ્યો પ્રભાવિત
દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ ભારે કહેર વર્તાવ્યો છે. આસામ, જમ્મુ-કાશ્મીર અને નાગાલેન્ડમાં સતત વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 77 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. રસ્તાઓ તૂટી જવાથી, પુલોને નુકસાન પહોંચવાથી અને વીજળી તેમજ મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જવાથી અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે. આસામમાં 41, જમ્મુ-કાશ્મીરમાં 27 અને નાગાલેન્ડમાં 9 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરીમાં પણ ભારે અડચણો આવી રહી છે.
આસામમાં પૂર, કાશ્મીરમાં ભૂસ્ખલન, અનેક રાજ્યો પ્રભાવિત
પાકો રસ્તો ન બનતા સાપ કરડેલી મહિલાને ગ્રામજનોએ સ્ટ્રેચરમાં ઊંચકી 108 સુધી પહોંચાડી
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કુંડા ગામમાં રોડ-રસ્તાની વિકટ સમસ્યાને કારણે ગ્રામજનોને ફરી હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. પશુ ચરાવતી વેળાએ એક મહિલાને સાપ કરડતાં, કાચા-કીચડવાળા રસ્તાના કારણે 108 એમ્બ્યુલન્સ આવી શકી ન હતી. ગ્રામજનોએ 3 કિલોમીટર સુધી સ્ટ્રેચરમાં મહિલાને ઊંચકી મુખ્ય રોડ પર લઈ જઈ 108 સુધી પહોંચાડી, જ્યાંથી તેમને હોસ્પિટલ ખસેડાયા. મંજૂર થયેલો પાકો રસ્તો બનવામાં વહીવટી વિલંબથી લોકોમાં ભારે રોષ છે. અગાઉ પણ સમયસર સારવાર ન મળતા સગર્ભાના બાળકનું મોત થયું હતું.
પાકો રસ્તો ન બનતા સાપ કરડેલી મહિલાને ગ્રામજનોએ સ્ટ્રેચરમાં ઊંચકી 108 સુધી પહોંચાડી
ગુજરાતમાં મેઘતાંડવ: 21 ડેમ 'હાઇ એલર્ટ' પર, 40,000 લોકોનું સ્થળાંતર
ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે સ્થિતિ ગંભીર બની છે. 21 ડેમ 'હાઇ એલર્ટ' પર છે અને અનેક રસ્તાઓ બંધ છે. ભારે વરસાદના કારણે નવસારી, વલસાડ સહિત અનેક વિસ્તારોમાંથી 40,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકાઓમાં સરેરાશ 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ પડ્યો છે. NDRF, SDRF અને આર્મીની ટીમો બચાવ કાર્યમાં લાગી છે, જ્યારે 4,525 ગામડાઓમાં વીજળી પુરવઠો ખોરવાયો છે.
ગુજરાતમાં મેઘતાંડવ: 21 ડેમ 'હાઇ એલર્ટ' પર, 40,000 લોકોનું સ્થળાંતર
સુરતમાં ખાડીપુર નિવારવા મુખ્યમંત્રીના 500 કરોડની જાહેરાત બાદ બે કમિટીઓની રચના
સુરતમાં દર વર્ષે ખાડીપૂરના કારણે સર્જાતી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કાયમી ઉકેલ તરફ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી દ્વારા 500 કરોડની જાહેરાત બાદ સુરત માટે રાજ્ય અને શહેર સ્તરે અલગ-અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે. ખાડીપૂર નિવારણ માટે ડીપીઆર અને માસ્ટર પ્લાન તૈયાર કરી ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના ઉપાયો અમલમાં મૂકવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્ય સ્તરે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય મોનિટરિંગ કમિટી અને શહેર સ્તરે પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સિટી લેવલ કમિટીનું ગઠન કરાયું છે.
સુરતમાં ખાડીપુર નિવારવા મુખ્યમંત્રીના 500 કરોડની જાહેરાત બાદ બે કમિટીઓની રચના
26 જુલાઈની GPSC વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષાઓ ભારે વરસાદને કારણે સ્થગિત.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે 26 જુલાઈના રોજ યોજાનારી 34 વિવિધ સંવર્ગ/જગ્યાઓની પ્રાથમિક કસોટીઓ (સામાન્ય અભ્યાસ) હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારને કારણે વાહનવ્યવહાર અને એસ.ટી. બસ-રૂટ પ્રભાવિત થયા છે, જેના કારણે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને GPSCની વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષાઓ મુલતવી રખાઈ છે. નવી તારીખો GPSCની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાશે.
26 જુલાઈની GPSC વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષાઓ ભારે વરસાદને કારણે સ્થગિત.
હિંમતનગરમાં નદીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ભારે વરસાદને કારણે નદીમાં અચાનક પ્રચંડ પ્રવાહ આવતા રેતી ખનન કરવા ગયેલું એક ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સદનસીબે, ટ્રેક્ટરમાં સવાર તમામ લોકો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદી મોસમમાં નદીમાં અચાનક પાણી વધવું ખૂબ જ જોખમી છે. પ્રશાસને લોકોને આવા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે.
હિંમતનગરમાં નદીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું
વરસાદી માહોલમાં "મેડ ઇન ઇંગ્લેન્ડ" રથમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો
જામનગરમાં દેવપોઢી એકાદશીના શુભ અવસરે, વરસાદી માહોલ વચ્ચે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક 217મો વરઘોડો ભવ્ય રીતે નીકળ્યો. બેન્ડવાજા, ઢોલ-નગારા અને જયઘોષ સાથે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ દ્વારા પૂજા બાદ વરઘોડાનું પ્રસ્થાન થયું. માંડવી ઇમારતના રિસ્ટોરેશન કાર્ય વચ્ચે પણ પરંપરા જાળવી, ભગવાનને પાલખીમાં બિરાજમાન કરી માંડવી નીચેથી પસાર કરાયા. વરઘોડો વિઠ્ઠલનાથજી મંદિરથી કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યો, જ્યાં શ્રી હરિ અને શ્રી હરના મિલનનો પ્રસંગ ઉજવાયો.
વરસાદી માહોલમાં "મેડ ઇન ઇંગ્લેન્ડ" રથમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો
વાપીના રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દમણગંગાના પૂરથી ભારે તબાહી
મધુબન ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે દમણગંગા નદીમાં આવેલા પૂરથી વાપીના રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભારે વિનાશ સર્જાયો છે. લગભગ 78 ગોડાઉનમાં 10 થી 15 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં અનેક નાના-મધ્યમ ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પૂરનું પાણી ઓસર્યા બાદ સમગ્ર વિસ્તાર કાદવમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે ઉદ્યોગકારો અને કર્મચારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મશીનરી અને માલસામાન પાણીમાં ડૂબી જતાં ઉત્પાદન પર પણ ગંભીર અસર પડી છે.
વાપીના રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દમણગંગાના પૂરથી ભારે તબાહી
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને મિત્ર મંડળ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ.
જામનગરના 79 દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને મિત્ર મંડળ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા અને સ્વ. વિમલભાઈ ગલાણી ની પુણ્યતિથિ નિમિત્તે એક વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં કરવામાં આવ્યું. આ કેમ્પમાં 621 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું, જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાશે. આ કાર્યક્રમમાં અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે રક્તદાતાઓ અને આયોજકોનો આભાર માન્યો.
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને મિત્ર મંડળ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ.
નવસારીમાં ભયાનક પૂર: સંઘવી અને પાટીલની તંત્ર સાથે મહત્વની બેઠક
નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને વિનાશક પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓના કારણે 50,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 15થી વધુના મોત થયા છે. જનજીવન અસ્તવ્યસ્ત બનતાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જિલ્લાની મુલાકાત લીધી. ડિઝાસ્ટર ઓફિસમાં ઇમરજન્સી બેઠક યોજાઈ, જેમાં નુકસાનનો સર્વે, રાહત-બચાવ, રોગચાળા નિયંત્રણ અને આર્થિક સહાય જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. ખેડૂતોને મદદ કરવા અને વચગાળાનું સહાય પેકેજ જાહેર કરવાની શક્યતા છે.
નવસારીમાં ભયાનક પૂર: સંઘવી અને પાટીલની તંત્ર સાથે મહત્વની બેઠક
અમદાવાદ ગ્રામ્યમાં ભારે વરસાદ: ST બસ પલટી
અમદાવાદ ગ્રામ્યમાં અતિભારે વરસાદના કારણે વિરમગામ-માળીયા હાઇવે પર રહેમલપુર નજીક ST બસ પાણીના પ્રવાહમાં તણાઈને પલટી મારી ગઈ. આ દુર્ઘટના મોડી રાત્રે બની હતી, જેમાં અમદાવાદ-નખત્રાણા રૂટની મુસાફરો ભરેલી બસનો સમાવેશ થાય છે. સદનસીબે, કોઈ જાનહાની થઈ નથી. આગામી 3 કલાક માટે બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત અનેક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે.
અમદાવાદ ગ્રામ્યમાં ભારે વરસાદ: ST બસ પલટી
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મેગા રેસ્ક્યૂ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે અત્યાર સુધીમાં ૧૭૦થી વધુ પૂરપીડિતોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં કુલ ૧૧ સ્થળોએ કામગીરી કરાઈ રહી છે. નવસારી, વલસાડ અને પારડી જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મેગા રેસ્ક્યૂ
અમદાવાદ-રાજકોટ હાઇવે બંધ: ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર અટવાયો
અમદાવાદમાં બે દિવસના ધોધમાર વરસાદને કારણે અમદાવાદ-રાજકોટ હાઇવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદથી બગોદરા સુધીનો આ મહત્વપૂર્ણ માર્ગ જળબંબાકાર થતાં વાહનચાલકો માટે જોખમી બન્યો છે. લોકોને બગોદરા કે રાજકોટ જવા માટે ધોલેરા એક્સપ્રેસ હાઇવેનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદ-રાજકોટ હાઇવે બંધ: ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર અટવાયો
ગુજરાતમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી ૨૫ અને ૨૬ જુલાઈ દરમિયાન ભારે વરસાદી માહોલ રહેવાની આગાહી છે. TV9 ગુજરાતી અને “વિન્ડી” પ્લેટફોર્મ દ્વારા કરાયેલી આગાહી મુજબ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં “રેડ એલર્ટ” જાહેર કરાયું છે, જે અતિભારે વરસાદ સૂચવે છે. મહેસાણાથી બનાસકાંઠા અને કચ્છના ભચાઉ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. એક નવી સિસ્ટમ વડોદરા તરફ સક્રિય થઈ રહી છે, જે મધ્ય ગુજરાતને અસર કરી શકે છે. આ સમયગાળા દરમિયાન, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધીનો પટ્ટો પ્રભાવિત થશે. નાગરિકોને સલામતી માટે સ્થાનિક હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે.
ગુજરાતમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ
ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણી ભરાયા
અમદાવાદમાં વરસાદ બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાઈ જતાં 400થી વધુ વિદ્યાર્થિનીઓ ફસાઈ ગયા છે. બે ફૂટ સુધી ભરાયેલા પાણીને કારણે વિદ્યાર્થિનીઓને હોસ્ટેલની બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ભોજન અને અન્ય સુવિધાઓ પર પણ અસર થઈ રહી છે. અગાઉ પણ આ સમસ્યા સર્જાઈ હોવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. વિદ્યાર્થિનીઓએ તાત્કાલિક નિકાલ અને કાયમી વ્યવસ્થાની માંગ કરી છે.
ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણી ભરાયા
અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર, રાજસ્થાનમાં સક્રિય લો-પ્રેશર સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં 15 થી 20 ઈંચ સુધીનો ભારે વરસાદ પડી શકે છે. પાટણ, હારીજ, સમી, પાલનપુર, ધાનેરા, વાવ-થરાદ, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠામાં થયેલા ભારે વરસાદથી રસ્તાઓ ધોવાયા છે અને 30થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે. મહેસાણાના ઊંઝામાં વૃક્ષ પડવાથી એક મહિલાનું મોત થયું છે, જેના સહિત જિલ્લામાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.
અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આજે ગુજરાતના 11 જિલ્લાઓમાં સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે, જ્યારે સુરત જિલ્લામાં આંગણવાડીઓમાં પણ રજા રહેશે. હવામાન વિભાગે 7 જિલ્લામાં રેડ એલર્ટ અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. લોકોને સાવચેત રહેવાની અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરાઈ છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં જળબંબાકાર: સાબરમતીમાં 11 લોકોને સુરક્ષિત બચાવાયા
ગુજરાતમાં સતત વરસાદી આફત વચ્ચે અમદાવાદમાં સ્થિતિ બેહાલ છે. ધોધમાર વરસાદ બાદ સાબરમતી વિસ્તારમાં જળબંબાકાર સર્જાયો હતો. ફાયર વિભાગે સમયસર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ઘરોમાં ફસાયેલા 11 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. ભારે વરસાદના કારણે ઘરોમાં છાતી સમા પાણી ભરાઈ જતાં લોકો ફસાયા હતા. ફાયર વિભાગની સમયસર કામગીરીથી કોઈ જાનહાનિ ટળી હતી અને લોકોને મોટી રાહત મળી હતી.
અમદાવાદમાં જળબંબાકાર: સાબરમતીમાં 11 લોકોને સુરક્ષિત બચાવાયા
ઘૂંટણસમા પાણી વચ્ચે ગર્ભવતી મહિલાનું દિલધડક રેસ્ક્યૂ
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ અને જળબંબાકાર વચ્ચે પાટડી પોલીસે એક ગર્ભવતી મહિલાનું વીજળીની ઝડપે રેસ્ક્યૂ કર્યું. પરિવારજનોની મદદથી, પોલીસ ટીમે ઘૂંટણસમા પાણીમાંથી મહિલાને ખાટલામાં બેસાડી સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી. આ માનવતાના ઉત્તમ ઉદાહરણ સમાન ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પોલીસની સમયસૂચકતા અને પ્રશંસનીય કાર્યની પ્રશંસા થઈ રહી છે.
ઘૂંટણસમા પાણી વચ્ચે ગર્ભવતી મહિલાનું દિલધડક રેસ્ક્યૂ
મચ્છુ-2 ડેમ 100% ભરાયો, મોરબી-માળિયાના 29 ગામોને એલર્ટ
મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાતા ડેમના 4 દરવાજા 7 ફૂટ ખોલી 18,578 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદ વચ્ચે પણ રેસ્ક્યુ કામગીરી યથાવત રહી છે, જેમાં ઘૂંટુ ગામે ફસાયેલા સગીરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી, મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મચ્છુ-2 ડેમ 100% ભરાયો, મોરબી-માળિયાના 29 ગામોને એલર્ટ
પાટણના સાંતલપુરમાં જળબંબાકાર
પાટણ જિલ્લાના સાંતલપુરમાં છેલ્લાં 24 કલાકમાં 15 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામોમાં વરસાદી પાણી ભરાવાને કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. બાબરા ગામનો કાચો ડેમ તૂટવાથી ખેતરોમાં પાણી ભરાયા છે અને બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ આગામી 3 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
પાટણના સાંતલપુરમાં જળબંબાકાર
અમદાવાદમાં 20 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટ્યો
અમદાવાદ શહેરમાં અવિરત વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, બોપલમાં 20 ઈંચ જેટલો ઐતિહાસિક વરસાદ નોંધાયો છે. અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના વિસ્તારો અને સંસ્કારધામ પાછળ AUDA નું તળાવ છલકાયું છે, જેના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. રાજ્યના 16 જિલ્લાઓમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ખેરા, વડોદરા, ભરૂચ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ અને મધ્યમ વાવાઝોડાની સંભાવના છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે.
અમદાવાદમાં 20 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટ્યો
આજથી ગાંધીનગરમાં Gen-Zનું આંદોલન, ગુજરાત સરકારની ચિંતામાં વધારો
પાટનગર ગાંધીનગરમાં 'Gen Z'ના યુવાઓ દ્વારા સ્વયંભૂ આંદોલન શરૂ કરાયું છે, જેને પગલે ગુજરાત સરકારની ચિંતા વધી છે. રાજકીય નેતૃત્વ વિના, યુવાનો સોશિયલ મીડિયા પર એકત્ર થઈ રોષ ઠાલવી રહ્યા છે. વીજપોલ મામલે ખેડૂતોનો રોષ શમ્યો નથી ત્યાં આ યુવા આક્રોશને શાંત કરવો સરકાર માટે મોટો પડકાર છે. આંદોલનને દબાવવા વહીવટી તંત્ર દ્વારા યુવાનોને હોસ્ટેલ-કોલેજમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી રહી છે. ભાજપને શહેરી વિસ્તારની વોટબેંકમાં ગાબડું પડવાનો ડર સતાવી રહ્યો છે.