Surendranagar: લીંબડીમાં શોર્ટ સર્કિટના કારણે મકાનમાં ભીષણ આગ, દાઝી જવાથી દંપતીનું કરુણ મોત
Surendranagar: લીંબડીમાં શોર્ટ સર્કિટના કારણે મકાનમાં ભીષણ આગ, દાઝી જવાથી દંપતીનું કરુણ મોત
Published on: 18th April, 2026

pસુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રેલવે સ્ટેશન રોડ પર આવેલી વ્હોરા સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દંપતીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે સભ્યોને ઈજા પહોંચી છે./ph2bલીંબડીમાં મકાનમાં આગ લાગી/b/h2pલીંબડીની બસેરા સોસાયટીની બાજુમાં આવેલી વ્હોરા સોસાયટીમાં રહેતા બુરહાનભાઇ લોખંડવાલાના મકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, એસીના રાઉટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી. આગે જોતજોતામાં એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ઘરમાં રહેલા ચાર સભ્યો અંદર ફસાઈ ગયા હતા./ph3bદંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત /b/h3pઆ ભીષણ આગમાં વ્હોરા સમાજના શબ્બીરભાઇ બુરહાનભાઇ અને તેમના પત્ની રસીદાબેન શબ્બીરભાઇ ગંભીર રીતે દાઝી ગયા હતા. આગની જ્વાળાઓ વચ્ચે બહાર નીકળવાનો મોકો ન મળતા દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય બે સભ્યોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે./ph4bધારાસભ્ય ઘટનાસ્થળે દોડી ગયા/b/h4pઘટનાની જાણ થતા જ લીંબડી ફાયર ફાઇટરની ટીમ, પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટનાની ગંભીરતા જોતા ડેપ્યુટી કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.પોલીસે મૃતક દંપતીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વ્હોરા સમાજ સહિત સમગ્ર લીંબડી પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે./ppa href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-rain-disaster-amid-scorching-heat-heavy-rains-predicted-in-saurashtra-and-south-gujarat-from-april-19-to-21" target="_blank"આ પણ વાંચો:Ahmedabad: કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી આફત, 19 થી 21 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી/ab/b/ppbbr/b/p