અડિયા ગામના 20 વર્ષીય યુવકે કુરેજા કેનાલમાં ઝંપલાવ્યું, 32 કલાકની શોધ બાદ મૃતદેહ મળ્યો
પાટણ-હારિજ હાઈવે પર અડિયા ગામના 20 વર્ષીય મેહુલ રાવળે કુરેજા કેનાલમાં ઝંપલાવી દીધું. મિત્રને જાણ કર્યા બાદ તેણે મોતની છલાંગ લગાવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની 32 કલાકની શોધખોળ બાદ શનિવારે સવારે તેનો મૃતદેહ મળ્યો. પરિવારજનો આઘાતમાં છે અને ગામમાં શોકનો માહોલ છે.
