Menu
ગીર સોમનાથમાં કોરોનાના 5 નવા કેસ, 50 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર
ગીર સોમનાથમાં કોરોનાના 5 નવા કેસ, 50 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર
Published on: 10th June, 2025

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના 5 નવા કેસ નોંધાયા છે, જેમાં વેરાવળમાં 2 અને તાલાલા, કોડીનાર, સોમનાથમાં એક-એક કેસ છે. વેરાવળની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 50 બેડ સાથે આઈસોલેશન વોર્ડ તૈયાર છે અને 17 શંકાસ્પદ દર્દીઓનાં સેમ્પલ જુનાગઢ મોકલાયા છે. તમામ પોઝિટિવ કેસોને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ સજ્જ છે અને રાજ્યમાં 9 જૂન સુધી 1109 એક્ટિવ કેસ નોંધાયા છે. લોકોને માસ્ક લાવવું, હાથ ધોવવા અને સામાજિક અંતર જાળવવાની સૂચનાઓ આપવામાં આવી છે અને તાત્કાલિક ટેસ્ટ માટે અપીલ કરવામાં આવી છે.