મહેસાણાના કડીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડતા 2 યુવકના મોત
મહેસાણાના કડીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડતા 2 યુવકના મોત
Published on: 02nd July, 2025

મહેસાણાના કડીમાં આખલા સાથે બાઇક અથડાતા અકસ્માતમાં બે યુવાનોના મોત થયા. રણજીત અને અજય નામના યુવાનો કડીના કરણનગર રોડ ઉપરથી બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની. રખડતા ઢોરને કારણે થયેલા આ અકસ્માતમાં બંને યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું. પોલીસે મૃતદેહને PM માટે મોકલી આપ્યો છે. સ્થાનિકોએ મહેસાણા નગરપાલિકાની ઢોર પકડવાની ટીમની નિષ્ક્રિયતા પર આક્ષેપ કર્યા છે.