કૃષિ વિશેષ: રાજ્યના 2 જિલ્લાઓનો ડુંગળીના વાવેતરમાં 89.25% હિસ્સો, ભાવનગર અને અમરેલી જિલ્લા આગળ.
કૃષિ વિશેષ: રાજ્યના 2 જિલ્લાઓનો ડુંગળીના વાવેતરમાં 89.25% હિસ્સો, ભાવનગર અને અમરેલી જિલ્લા આગળ.
Published on: 06th April, 2026

ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર જોરશોરથી શરૂ, કુલ 65,800 હેકટરમાં વાવેતર થયું છે. માવઠાના નડતર છતાં વાવેતર સારું છે, ગરમી અને પાણીની સારી સ્થિતિથી વાવેતર વધ્યું છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં ડુંગળીનું 9,300 હેકટરમાં વાવેતર, જે રાજ્યના કુલ વાવેતરના 89.25% છે. બાજરો, મગફળી, મગ, શાકભાજીનું વાવેતર પણ થઇ રહ્યું છે. બાજરા અને મગફળીના વાવેતરમાં ભાવનગર જિલ્લો સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે છે.