યશની 'Toxic' અને શ્રદ્ધા કપૂરની 'Eetha' એકસાથે થશે રિલીઝ
યશની 'Toxic' અને શ્રદ્ધા કપૂરની 'Eetha' એકસાથે થશે રિલીઝ
Published on: 22nd June, 2026

યશની ફિલ્મ ‘Toxic: A Fairy Tale for Grown-Ups’ની નવી રિલીઝ ડેટ જાહેર થઈ છે. અનેક વખત પોસ્ટપોન થયા બાદ હવે ફિલ્મ 26 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. યશે સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરીને આ જાહેરાત કરી હતી. ફિલ્મનું નિર્દેશન ગીતુ મોહનદાસે કર્યું છે અને તેમાં નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, રુકમિણી વસંત અને તારા સુતારિયા જોવા મળશે. જોકે, બે દિવસ બાદ 28 ઓગસ્ટે શ્રદ્ધા કપૂરની ‘Eetha’ પણ રિલીઝ થવાની હોવાથી બોક્સ ઓફિસ પર જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે.