યામી ગૌતમ, રાજકુમાર રાવ અને રજનીકાંતની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાશે
યામી ગૌતમ, રાજકુમાર રાવ અને રજનીકાંતની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાશે
Published on: 21st August, 2026

યામી ગૌતમની ફિલ્મ 'નઈ નવેલી' ૧૬મી ઓક્ટોબરે રીલિઝ થશે. તે જ દિવસે રજનીકાંતની 'જેલર ટુ' અને રાજકુમાર રાવની 'પ્રહાર' પણ રજૂ થવાની છે. 'નઈ નવેલી' એક ફેન્ટસી ફિલ્મ છે, જ્યારે રજનીકાંતનો હિન્દી દર્શકોમાં પણ મોટો ચાહક વર્ગ છે. રાજકુમાર રાવની 'પ્રહાર' ઉજ્જવલ નિકમની બાયોપિક છે, જે દર્શકોને આકર્ષી શકે છે. આ કારણે, દર્શકો આ ત્રણેય ફિલ્મો વચ્ચે વહેંચાઈ જવાની શક્યતા છે.