મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ જંગલ' થી સિનેમાઘરોમાં દર્શકોને મળશે નવી રોમાંચક સફર?
મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ જંગલ' થી સિનેમાઘરોમાં દર્શકોને મળશે નવી રોમાંચક સફર?
Published on: 26th June, 2026

બોક્સઓફિસ પર અક્ષય કુમારની 'ભૂત બંગલા' ફિલ્મે સફળતા મેળવીને ફરીથી પ્રિયદર્શન સાથે લકી સાબિત થયા છે. કોરોના કાળ બાદ અક્ષય કુમારની ફિલ્મોમાં સુધારના સંકેત મળ્યા છે. હવે તેમની વધુ એક ફિલ્મ 'વેલકમ ટુ જંગલ' રિલીઝ થવા જઈ રહી છે, જે એક એક્શન એડવેન્ચર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ 'વેલકમ' અને 'વેલકમ બેક' બાદ તેનું ત્રીજું એડિશન છે, જેમાં ત્રણ ડઝન જેટલા જાણીતા કલાકારો જોવા મળશે. મલ્ટિસ્ટારર ફિલ્મોનું ભારતીય સિનેમામાં આગવું સ્થાન રહ્યું છે, પરંતુ હાલના સમયમાં મોટા કલાકારોને એકસાથે મેનેજ કરવું ફિલ્મકારો માટે પડકારજનક બની રહ્યું છે.