રાકેશ સરવૈયા 'મિસ્ટર ભાવનગર' ટાઇટલ જીત્યા, ગણેશ ક્રિડા મંડળ દ્વારા આયોજન.
રાકેશ સરવૈયા 'મિસ્ટર ભાવનગર' ટાઇટલ જીત્યા, ગણેશ ક્રિડા મંડળ દ્વારા આયોજન.
Published on: 19th January, 2026

મિસ્ટર ભાવનગર સ્પર્ધાનું ગણેશ ક્રિડા મંડળ દ્વારા આયોજન થયું, જેમાં બોડી બિલ્ડિંગ અને મેન ફિઝિક્સ કેટેગરીમાં સ્પર્ધકોએ શાનદાર પ્રદર્શન કર્યું. રાકેશ સરવૈયા 'મિસ્ટર ભાવનગર' બન્યા અને મેન ફિઝિક્સમાં સુમિત મકવાણા વિજેતા રહ્યા. આ સ્પર્ધામાં 55થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં બોડી બિલ્ડિંગ એસોસિએશનના જજ અને અન્ય મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું. ટાઇટલ જીતનાર રાકેશ સરવૈયાનું સન્માન કરાયું.