દિશા પટણી ટાઈગર શ્રોફને મળવા સૌપ્રથમ પહોંચી
રવિવારે જુહૂમાં ટાઈગર શ્રોફના ઘરે ફાયરિંગના સમાચાર મળતાં જ તેની એક્સ ગર્લફ્રેન્ડ દિશા પટણી સૌપ્રથમ ત્યાં પહોંચી હતી. દિશાએ ફોટોગ્રાફર્સની પરવા કર્યા વિના સીધી ટાઈગરના ઘરમાં પ્રવેશ કર્યો હતો. છ વર્ષના રિલેશનશિપ બાદ જુલાઈ ૨૦૨૨માં બંને અલગ થયા હતા, પરંતુ તેમની મિત્રતા હજુ પણ યથાવત છે. દિશા ટાઈગરના પરિવારજનો સાથે પણ સારા સંબંધો ધરાવે છે.
