'રામાયણ'ના VFX પર સવાલો ઉઠતાં જ રોષે ભરાયો યશ
સાઉથ સુપરસ્ટાર યશે 'રામાયણ: પાર્ટ વન'ના VFX પર ઉઠેલા સવાલો અંગે દર્શકોને અપીલ કરી છે કે તેઓ નાની ખામીઓ શોધવાનું બંધ કરે. તેમણે કહ્યું કે ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે લઈ જવાના આવા પ્રયાસોને ટેકો આપવો જરૂરી છે, નહીંતર ભવિષ્યમાં આવા પ્રયાસો નહીં થાય. ફિલ્મના કો-પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાના વિઝનથી પ્રભાવિત થઈને તેઓ આ પ્રોજેક્ટ સાથે જોડાયા છે. આ ફિલ્મ 5 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થશે.
