શ્રીદેવીને મનાવવા માટે અમિતાભ બચ્ચને આખી ટ્રક ભરીને મોકલ્યા હતા ફૂલ!
શ્રીદેવીને મનાવવા માટે અમિતાભ બચ્ચને આખી ટ્રક ભરીને મોકલ્યા હતા ફૂલ!
Published on: 12th September, 2026

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને સદાબહાર અભિનેત્રી શ્રીદેવી વચ્ચેનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. 1992માં રિલીઝ થયેલી ફિલ્મ 'ખુદા ગવાહ' માટે શ્રીદેવીને મનાવવા અમિતાભ બચ્ચને એક અનોખો રસ્તો અપનાવ્યો હતો. શરૂઆતમાં શ્રીદેવીએ ફિલ્મ રિજેક્ટ કરી હતી કારણ કે તેઓ માત્ર ગ્લેમરસ રોલ કરવા માંગતા નહોતા. આ દરમિયાન, અમિતાભ બચ્ચને ગુલાબના ફૂલોથી ભરેલી એક આખી ટ્રક શ્રીદેવી માટે મોકલી, જેનાથી અભિનેત્રી ખુશ થઈ અને ફિલ્મને હા પાડી દીધી.