સુરતમાં MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને પૂર્વ શિક્ષિકાએ 80 લાખ પડાવ્યા.
સુરતમાં MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને પૂર્વ શિક્ષિકાએ 80 લાખ પડાવ્યા.
Published on: 04th June, 2026

સુરતમાં MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના ખોટા વચન આપી નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકા રુચિ પટેલે એક વિદ્યાર્થીનીના પરિવાર પાસેથી 8.16 લાખ પડાવી લીધા. વિશ્વાસઘાત કરીને આરોપી મહિલાએ દાગીના ગીરવે મુકાવી પૈસા મેળવ્યા. સમય જતાં સ્કોલરશિપ ન મળતાં પરિવારને છેતરાયાનો અહેસાસ થયો. પીડિત પરિવારે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી પૂર્વ શિક્ષિકા રુચિ પટેલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.