ભાવદર્શન વિદ્યાલય, રાજપૂત બોરીમાં સંસ્કૃત સાહિત્ય દિનની ભવ્ય ઉજવણી સંપન્ન
ભાવદર્શન વિદ્યાલય, રાજપૂત બોરીમાં સંસ્કૃત સાહિત્ય દિનની ભવ્ય ઉજવણી સંપન્ન
Published on: 03rd September, 2026

શ્રી અર્ચનમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત ભાવદર્શન વિદ્યાલય, રાજપૂત બોરીમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઉપક્રમે સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી થઈ. વિદ્યાર્થીઓએ સંસ્કૃત સાહિત્ય થીમ પર વર્ગ સુશોભન, ચાર્ટ્સ, પોસ્ટર્સ, ચિત્રસ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, લઘુ નાટિકા, કાવ્યગાન, સ્તોત્રગાન અને એક્શન સોંગ રજૂ કર્યા. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ વૈદિક, સ્મૃતિ અને લૌકિક સાહિત્યના ગ્રંથોનું પ્રદર્શન કર્યું.