MP: બરકતઉલ્લાહ યુનિવર્સિટીનું નામ બદલીને 'માં વાગ્દેવી ભોજપાલ યુનિવર્સિટી' કરવાનો પ્રસ્તાવ પસાર
MP: બરકતઉલ્લાહ યુનિવર્સિટીનું નામ બદલીને 'માં વાગ્દેવી ભોજપાલ યુનિવર્સિટી' કરવાનો પ્રસ્તાવ પસાર
Published on: 04th June, 2026

મધ્ય પ્રદેશની પ્રતિષ્ઠિત બરકતઉલ્લાહ યુનિવર્સિટીનું નામ બદલીને 'માં વાગ્દેવી ભોજપાલ યુનિવર્સિટી' કરવાનો પ્રસ્તાવ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. આ નામ પરિવર્તન પાછળ ભોપાલના પ્રાચીન નામ 'ભોજપાલ' અને રાજા ભોજના શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિના યોગદાનને મુખ્ય કારણ તરીકે રજૂ કરાયું છે. પ્રસ્તાવમાં મૌલાના બરકતઉલ્લાહના જીવન અને કાર્યોનો પણ ઉલ્લેખ કરાયો છે, જેઓ આઝાદીની લડાઈના ક્રાંતિકારી હતા. આખરી મંજૂરી માટે પ્રસ્તાવ રાજ્ય સરકાર અને રાજભવન મોકલવામાં આવ્યો છે.