છોટાઉદેપુરના ગોયાવાંટ ગામના આગ પીડિત પરિવારોને શિક્ષકો દ્વારા આર્થિક સહાય
છોટાઉદેપુરના ગોયાવાંટ ગામના આગ પીડિત પરિવારોને શિક્ષકો દ્વારા આર્થિક સહાય
Published on: 23rd September, 2026

નસવાડી તાલુકાના ગોયાવાંટ ગામમાં આગથી અસરગ્રસ્ત પરિવારોના દુઃખમાં ભાગીદાર થવા માટે શ્રેષ્ઠ પ્રાથમિક શાળા અને જૂથની અન્ય શાળાઓના ભૂતપૂર્વ તેમજ હાલમાં ફરજ બજાવતા શિક્ષકો એકત્ર થયા. આ શિક્ષકોએ રૂ. 17,000નું આર્થિક ભંડોળ એકત્ર કરીને પીડિત પરિવારોને મદદ કરી. ભૂતપૂર્વ શિક્ષકોએ કહ્યું કે, અમે ભલે હવે અહીં નોકરી નથી કરતા, પરંતુ મુશ્કેલીમાં સહાય કરવી એ દરેક નાગરિકની ફરજ છે.