નિવૃત્તિના 5 વર્ષ બાકી હોય તેવા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ મળશે, શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય.
નિવૃત્તિના 5 વર્ષ બાકી હોય તેવા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ મળશે, શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય.
Published on: 20th January, 2026

ગુજરાતના શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય: નિવૃત્તિના 5 વર્ષથી ઓછા સમયવાળા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ. વરિષ્ઠ શિક્ષકોને મોટી રાહત મળી છે, કારણ કે નિવૃત્તિના આરે TET જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડકારજનક હતી. બીજી તરફ, TET પરીક્ષા પાસ ન હોય તેવા શિક્ષકોનો ડેટા એકત્રિત કરવાની કામગીરી ચાલુ છે. વર્ષ 2011 પહેલાં અને પછી ભરતી થયેલા શિક્ષકોની યાદી મંગાવવામાં આવી છે. આ માહિતીના આધારે સરકાર નવી નીતિ અપનાવી શકે છે.