તાપી જિલ્લાના વેડછી ગાંધી વિદ્યાપીઠમાં 45મો 'સેવા દિન' ઉજવાયો
તાપી જિલ્લાના વેડછી ગાંધી વિદ્યાપીઠમાં 45મો 'સેવા દિન' ઉજવાયો
Published on: 03rd September, 2026

વેડછી સ્થિત ગાંધી વિદ્યાપીઠમાં પૂ. જુગતરામ દવેની 135મી જન્મજયંતી નિમિત્તે 45મા 'સેવા દિન'ની ભવ્ય ઉજવણી થઈ. સંસ્થાના પ્રમુખ અમરસિંહભાઈ ચૌધરીએ અતિથિઓનું સ્વાગત રેંટિયો, સૂતર અને ખાદી રૂમાલથી કર્યું. B.R.S. કોલેજના છાત્રોએ જુગતરામ કાકાના જીવન પર આધારિત સ્મરણ સંવાદ રજૂ કર્યો. મુખ્ય વક્તા ડૉ. રમજાન હસણીયાએ તેમની કાવ્યો અને 'ગીતા ગીત મંજરી'નું રસદર્શન કરાવ્યું. કાર્યક્રમનું સંચાલન ડૉ. અંજનાબેન ચૌધરીએ અને આભાર દર્શન મિતેશભાઈએ કર્યું.