ગારિયાધારમાં વીડિયો વાયરલ થતાં યુવક પર હુમલો
ગારિયાધારમાં વીડિયો વાયરલ થતાં યુવક પર હુમલો
Published on: 30th September, 2026

ગારિયાધારમાં એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ત્રણ વ્યક્તિઓએ તેના પર હુમલો કર્યો હતો. "તું શું કામ અમારો વહીવટ કરે છે..?" તેમ કહી ગાળો ભાંડ્યા બાદ આરોપીઓએ યુવકને ઢીકાપાટું મારી મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો. ઉપરાંત, તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના અંગે પીડિત યુવકે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.