શિર્ડી સાઈ મંદિર ગેટ પાસે ફળ વિક્રેતા મહિલાની અન્ય મહિલાઓ દ્વારા ઘાતકી હત્યા
શિર્ડી સાઈ મંદિર ગેટ પાસે ફળ વિક્રેતા મહિલાની અન્ય મહિલાઓ દ્વારા ઘાતકી હત્યા
Published on: 22nd July, 2026

મુંબઈમાં શિરડી સાઈ બાબા મંદિરના પ્રવેશદ્વાર નંબર ચાર સામે, ભીડભાડવાળા વિસ્તારમાં ફળ વેચતી જયશ્રી સાંઈનાથ ક્ષીરસાગર (૩૦) નામની મહિલાની જમીન વિવાદમાં અન્ય મહિલાઓએ ચાકુના અનેક ઘા મારી હત્યા કરી નાંખી. શિરડી પોલીસે આ કેસમાં અંજલી (૨૦) અને ફિઝા ઉર્ફે નોઝિયા પટેલની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ મંદિર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.