મકરબા બ્રિજ ડિઝાઇન વિવાદમાં ડેલ્ફ કન્સલ્ટિંગે R&B અને મ્યુનિ. પર દોષનો ટોપલો ઢોળ્યો
મકરબા બ્રિજ ડિઝાઇન વિવાદમાં ડેલ્ફ કન્સલ્ટિંગે R&B અને મ્યુનિ. પર દોષનો ટોપલો ઢોળ્યો
Published on: 14th October, 2026

મકરબા બ્રિજની ફોલ્ટી ડિઝાઇન મામલે ડિઝાઇન કન્સલ્ટન્ટ ડેલ્ફ કન્સલ્ટિંગ ઇન્ડિયા પ્રા.લિ.એ સ્પષ્ટતા કરી છે. કંપનીનો દાવો છે કે 2022માં ડિઝાઇન તૈયાર કરતી વખતે અધિકારીઓએ કોર્પોરેટ રોડની હાજરી ધ્યાનમાં લીધી નહોતી. 2013 પહેલાંથી અસ્તિત્વમાં રહેલા રોડ અંગે TP ફાઇનલ ન હોવાનું કહી અધિકારીઓએ પ્રેઝન્ટેશન જોઈ ડિઝાઇન મંજૂર કરી હતી. આ રિપોર્ટનો અભ્યાસ બાદ મ્યુનિ. કાર્યવાહી કરશે.