વડોદરાના વાઘોડિયા રોડના બૂટલેગરે ફરી શરૂ કર્યો દારૂનો ગેરકાયદે ધંધો
વડોદરાના વાઘોડિયા રોડના બૂટલેગરે ફરી શરૂ કર્યો દારૂનો ગેરકાયદે ધંધો
Published on: 23rd June, 2026

વડોદરા શહેરમાં દારૂનો મોટા પાયે વેપાર કરતા એક બૂટલેગરના પુત્રને પોલીસે દારૂ અને બીયરના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા સાગર ધોબી નામના યુવક પાસેથી પોલીસે ૨૨ બોટલ દારૂ કબજે કર્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે આ દારૂ તેના પિતા મુકેશ ધોબીએ મંગાવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી પિતાની શોધખોળ હાથ ધરી છે.