વ્યાજખોરના ત્રાસથી રિક્ષાચાલકનો આપઘાત
વ્યાજખોરના ત્રાસથી રિક્ષાચાલકનો આપઘાત
Published on: 02nd July, 2026

વડોદરાના અટલાદરામાં વ્યાજખોરના ત્રાસથી 55 વર્ષીય રિક્ષાચાલક રાજુભાઈ ઠાકોરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. સારવાર દરમિયાન તેમનું મોત થયું. ઘટનાને 12 દિવસ વીતી ગયા છતાં આરોપીની ધરપકડ ન થતાં મૃતકના પરિવારે ન્યાય માટે આક્રંદ કર્યું. પુત્રવધૂએ કહ્યું કે, જો કોઈ મોટો માણસ મર્યો હોત તો આરોપી જેલમાં હોત. પરિવારનો આક્ષેપ છે કે, આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.