વડોદરા ગ્રામ્ય પોલીસે યુવતીઓની સુરક્ષા માટે નવરાત્રી સુરક્ષા એપ લોન્ચ કરી
વડોદરા ગ્રામ્ય પોલીસે યુવતીઓની સુરક્ષા માટે નવરાત્રી સુરક્ષા એપ લોન્ચ કરી
Published on: 13th October, 2026

નવરાત્રી દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વડોદરા ગ્રામ્ય પોલીસે 'નવરાત્રી સુરક્ષા' નામની મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા યુવતીઓ OTP દ્વારા રજીસ્ટ્રેશન કરી, ઘરનું લોકેશન સેવ કરી શકશે. ગરબા સ્થળના QR કોડ સ્કેન કરવાથી પોલીસને તેમની સુરક્ષાની જાણ થશે અને ઘરે પહોંચ્યા બાદ પણ આપોઆપ જાણ થશે. આ પહેલ ડભોઇના APMC ગ્રાઉન્ડ ખાતે દર્ભાવતી નવરાત્રી મહોત્સવમાં અમલમાં મુકાઈ છે.